રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ

હોમ / રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ
પ્રો. જે.પી.ત્રિવેદી અતિથિગૃહ માટે નિયમો (૦૧.૧૨.૨૦૧૮ થી અમલમાં)
૧) બહારગામના તેમજ સ્થાનિક કુટુંબો આ અતિથિગૃહનો લાભ લઇ શકશે. અરજીપત્રક ટ્રસ્ટના કાર્યાલયમાં વિનામૂલ્યે મળશે અથવા ઉપર આપેલ વેબસાઈટથી મેળવી લેવું.
૨) અતિથિગૃહમાં  રહેવા માટેનું આરક્ષણ વધુમાં વધુ ૯૦ દિવસ પહેલા કરી શકાશે. આરક્ષણ ઓછામાં ઓછા ૫ (પાંચ) દિવસ માટે કરી શકાશે. આરક્ષણ કરાવ્યા સિવાય આવનાર અતિથિઓને, અતિથિગૃહમાં જો બ્લોક ખાલી હશે તો રહેવાની સગવડ મળશે.
૩) અતિથિગૃહમાં રહેવા આવનાર ૧ જાન્યુવારીથી ૩૧ ડિસેમ્બર સુધી (એક કેલેન્ડર વર્ષમાં) એકી સાથે અથવા જુદા જુદા સમયે વધુમાં વધુ ૯૦ દિવસ સુધીજ રહી શકશે. જો ઓક્ટોબર થી ડિસેમ્બર દરમ્યાન ૯૦ દિવસ પુરા થતા હશે તો તે પછી ૯૦ દિવસ સુધી બ્લોક ફાળવવામાં નહી આવે.
૪) અરજીપત્રક સાથે અરજદારનો ફોટો તથા તેમનું કોઈપણ એક ઓળખપત્ર જેમકે આધારકાર્ડ/પેનકાર્ડ/વાહન ચલાવવાનું લાઇસેંસ /પાસપોર્ટની નક્ક્લ પોતાની સહી સાથે જોડવી આવશ્યક છે, તેમજ આરક્ષણમાં ફેરફાર, રદ્દ , મુદત ઉપરાંત વધારે સમય રહેવા અને/અથવા બીજા કોઈપણ કારણ માટે  અરજદારે લેખિતમાં પોતાની સહી સાથે ટ્રસ્ટને અરજી કરવાની રહેશે.
૫) અરજીપત્રક સાથેનું ‘ભલામણપત્રક’ પ્રતિષ્ઠિત  વ્યક્તી પાસે ભરાવી, સહી કરાવી તથા તેમની સહીવાળું ઓળખપત્ર જોડવું ફરજીયાત છે.
૬) અરજી સાથે રૂ ૪૧૦૦/ (ડીપોઝીટના રૂ ૪૦૦૦/ અને પાછા ન વાળી શકાય તેવી પ્રક્રિયાના  (non refundable) રૂ ૧૦૦   મોકલવા આવશ્યક છે. અતિથિગૃહનો લાભ લીધા પછી અતિથિને ડીપોઝીટની રકમ કલમ નંબર ૨૧ ને ધ્યાનમાં રાખીને પરત કરવામાં આવશે. જો અતિથિ અતિથિગૃહનો લાભ લીધા બાદ અથવા આરક્ષણ રદ્દ કરેથી/થયેથી છ મહિના સુધીમાં ડીપોઝીટની રકમ પાછી ન લઇ જાય તો તે ડીપોઝીટની રકમ ટ્રસ્ટના ટ્રસ્ટ ફંડમાં જમા કરવામાં આવશે.
૭) અતિથિગૃહના બ્લોકનું ભાડુ લેવાતું નથી પણ મકાન, ફર્નીચર, વાસણો, ગાદીઓ, ગેસ, વીજળી, પાણીના તથા ઘરવખરી વગેરેની જાળવણી પેટે સાધનભાડા ખર્ચની રકમ નીચે પ્રમાણે લેવામાં આવશે.
નાના બ્લોક: દસ દિવસથી ઓછા સમય રહેનાર માટે રૂ. ૩૦૦/ પ્રતિ દિવસ લેખે,
              દસ દિવસ અને તેથી વધારે સમય રહેનાર માટે રૂ. ૨૫૦/ પ્રતિ દિવસ લેખે.
મોટા બ્લોક: દસ દિવસથી ઓછા સમય રહેનાર માટે રૂ. ૪૦૦/ પ્રતિ દિવસ લેખે,
              દસ દિવસ અને તેથી વધારે સમય રહેનાર માટે રૂ. ૩૫૦/ પ્રતિ દિવસ લેખે.
૮) અતિથિગૃહમાં લાભ લેવા આવનારને સવારે ૭.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી બ્લોક્નો તાબો આપવામાં આવશે.
૯) આરક્ષણની તારીખમાં અને/અથવા મુદતમાં ફેરફાર કરવાનો હોય તો આરક્ષણની મુદતના ૧૦ દિવસ પહેલા લેખીત  અરજી (અરજદારની સહી સાથે) ટ્રસ્ટની ઓફિસે પહોંચે તેવી રીતે કરવી આવશ્યક છે. તે વખતે આરક્ષણમાં ફેરફાર થઈ શકાતો હશે તો (રૂ ૧૫૦/) ફેરફાર  ખર્ચ લઈને ફેરફાર કરી આપવામાં આવશે.
૧૦) દસ દિવસથી ઓછા સમય માટે બુક કરેલા બ્લોક માટે કોઈપણ કારણસર આરક્ષણ રદ્દ કરવું હોય તો પાંચ દિવસની  સાધનભાડાની રકમ (નાના બ્લોક માટે રૂ ૧૫૦૦/ અને મોટા બ્લોક માટે રૂ ૨૦૦૦/) ડીપોઝીટમાંથી કાપી લેવામાં આવશે.
દસ  દિવસ અને તેથી વધુ  સમય માટે બુક કરેલા બ્લોકનું કોઈપણ કારણસર આરક્ષણ રદ્દ કરવું હોય તો દસ  દિવસની  સાધનભાડાની રકમ (નાના બ્લોક માટે રૂ ૨૫૦૦/ અને મોટા બ્લોક માટે રૂ ૩૫૦૦/) ડીપોઝીટમાંથી કાપી લેવામાં આવશે.
૧૧) અરજદાર બ્લોકના આરક્ષણની તારીખ શરૂ થયાથી ત્રણ દિવસ સુધી રહેવા આવ્યા ન હોય અને લેખિત પણ જણાવ્યું  ન હોય તો તેમનું આરક્ષણ રદ્દ થયેલું ગણાશે અને  ડીપોઝીટમાંથી કલમ નંબર ૧૦ મુજબ રીફંડ ને પાત્ર રહેશે.
૧૨) અતિથિને આરક્ષણની મુદત કરતા વધારે રહેવાની જરૂર જણાય તો, ટ્રસ્ટ દ્વારા નિયત કરેલું ફોર્મ ભરી અરજી કરવાની રહેશે. અરજદારના કારણો યોગ્ય હશે અને બીજી અગવડ ન હોય તો તે વખતે મુદત વધારો  થઈ શકાતો હશે તો  અતિરિક્ત (રૂ ૧૫૦/) મુદત વધારાના  ખર્ચ પેટે આપવાના રહેશે.  અનિવાર્ય કારણોને લીધે બ્લોક આપી શકાય તેમ ન હોય તો અરજદારને ડીપોઝીટની રકમ તથા પ્રક્રિયા ખર્ચની રકમ પાછી આપવામાં આવશે. ટ્રસ્ટ ઉપર આ અંગે બીજી જવાબદારી રહેશે નહી. તેમજ બ્લોક આપી શકાયો નથી તેનું કારણ આપવા ટ્રસ્ટ બંધાયેલું રહેશે નહી.
૧૩) એક અરજદારની રજાચિઠ્ઠી (અપાયેલી સ્વીકૃતિ)  બીજાને નામે કરી શકાશે નહી અને/અથવા બીજાને વાપરવા આપી શકાશે નહી. આમ કરનારને બ્લોક આપવામાં નહી આવે અને તેવા અરજદારની ડીપોઝીટની રકમ જપ્ત કરવામાં આવશે.
૧૪) અરજીમાં જણાવેલ વ્યક્તિઓ સિવાય બીજી કોઈ વ્યક્તિને વ્યવસ્થાપકની પરવાનગી સિવાય બ્લોકમાં રહેવા દેવામાં આવશે નહી.
૧૫) કોઈપણ ચેપી રોગથી પીડાતી અથવા વિશેષ બીમાર વ્યક્તિને અતિથિગૃહમાં રહેવાની પરવાનગી આપવામાં આવશે નહી.. અનિચ્છનીય તથા વાંધાભરી લાગે તેવી કોઈપણ વ્યક્તિને અતિથિગૃહમાં રહેવાની પરવાનગી નકારવાનો અધિકાર વ્યવસ્થાપક/ટ્રસ્ટ ને રહેશે. .બ્લોકનું મંજુર થયેલું આરક્ષણ કોઈપણ વખત રદ્દ કરવાનો સંપૂર્ણ અધિકાર વ્યવસ્થાપક ટ્રસ્ટીને રહેશે. આ અધિકાર અન્વયે જે નિર્ણય વ્યવસ્થાપક ટ્રસ્ટી કરે તે માટે કારણો આપવા માટે ટ્રસ્ટ બંધાયેલું નથી. સદરહુ નિર્ણય બ્લોક માટે કરેલ અરજદાર તથા તેમની સાથે અતિથિગૃહમાં રહેતા વ્યક્તિઓ માટે બંધનકર્તા ગણાશે. વ્યવસ્થાપક અથવા વ્યવસ્થાપક ટ્રસ્ટીના નિર્ણયની જાણ અતિથિને કરવાથી તરતજ ર રહેતા અતિથિએ બ્લોક ખાલી કરી વ્યવસ્થાપકને સોંપવાનો રહેશે. 
૧૬) રાત્રે ૧૦.30 વાગે અતિથિગૃહનો દરવાજો બંધ કરવામાં આવશે અને ત્યારબાદ અતિથિ તેમજ તેમની સાથે રહેનારને પ્રવેશ આપવામાં નહી આવે.
૧૭) અતિથિગૃહના બ્લોકમાં નિયત કરેલી કામવાળી બાઈઓ પાસેથી ઘરકામ કરાવવું અતિથિઓ માટે ફરજીયાત છે. કામવાળી બાઈઓનું મહેનતાણું ટ્રસ્ટે નિયત કરેલા નિયમ મુજબ અતિથિએ અલગથી આપવાનું રહેશે..
૧૮) અતિથિ પોતાનું ટી.વી./કોમ્પયુટર /લેપ ટોપ સાથે લાવ્યા હોય કે પછીથી તેમની પાસે અતિથિગૃહમાં આવેલું હોય તો તેના વપરાશ પેટે રોજના રૂ ૫૦/ વધારાના (અગાઉથી) ભરવાના રહેશે.
૧૯) રાચરચીલું અને બીજી જે વસ્તુઓ બ્લોક સાથે આપવામાં આવી હોય તે બરાબર ગણીને લેવી અને સંભાળપૂર્વક વાપરવી. બ્લોકમાંથી બહાર જતા  પહેલા પંખા, લાઈટ , પાણી નો નળ, ગેસ બંધ કરવાનું ભૂલવું નહી. બ્લોક ખાલી કરી જતી વખતે આપવામાં આવેલી બધી વસ્તુઓ વ્યવસ્થાપક/કર્મચારીને  ગણીને પાછી સોંપવી.
૨૦) મકાન અથવા રાચરચીલા વગેરેને કોઈ જાતનુ નુકસાન અતિથિ તેમજ અતિથિ સાથે આવેલ વ્યક્તી  દ્વારા થયું હશે અને/અથવા  અતિથિગૃહની કોઈ ચીજવસ્તુ ગુમ થઇ હોય તો તેથી થયેલ નુકસાનની રકમ અતિથિએ ભરપાઈ કરી આપવાની રહેશે. આ નુકસાનની રકમ વ્યવસ્થાપક/ટ્રસ્ટ નક્કી કરશે. કોઈપણ કારણસર અતિથિ નુકસાનની રકમ ન ચૂકવે તો તેની ડીપોઝીટમાંથી તે રકમ કાપીને બાકીની રકમ ટ્રસ્ટ ફંડમાં જમા કરવામા આવશે.
૨૧) મકાન/મિલ્ક્તને નુકસાન થાય તેવું કંઈપણ કરવું નહી. સ્ફોટક પદાર્થો લાવવા કે સાથે રાખવા નહી. કેફી પીણાં તેમજ માંસ, માછલી, ઈંડા, (માંસાહારી પદાર્થો) રાંધવા અને/અથવા અતિથિગૃહના પરિસરમાં રાખવા તેમજ ખાવા નહી. નાચ, ગાન, તમાશા, અથવા બીજાઓને ત્રાસ તેવું વર્તન કરવું નહી. આપેલ ચાદરો અને ખોળને ડાઘા ન પડે તેની કાળજી રાખવી.
૨૨) આરક્ષણની મુદત દરમ્યાન વગર પરવાનગીએ એક દિવસથી વધુ અથવા આરક્ષણની મુદત પૂરી થયે, જો અતિથિ બ્લોકને અથવા બ્લોકના કોઈપણ ભાગને તાળું મારી રાખશે તો તે અતિથિના હિસાબે અને જોખમે વ્યવસ્થાપક તાળુ ખોલાવી શકશે અને અતિથિ તેમજ તેમની સાથે રહેલાઓનો સરસામાન અતિથિના હિસાબે અને જોખમે ફેરવીને અન્યત્ર મુકવામાં આવશે. અતિથિગૃહના પરિસરમાંથી જ્યાં સુધી અતિથિ તેમનો સામાન લઇ ન જાય તે સમયગાળાના સાધનભાડા ખર્ચ અતિથિએ ચૂકવવાનો રહેશે.
૨૩) અતિથિઓએ તેમનું આરક્ષણ જે તારીખે પુરૂ થતું હોય તે તારીખે બપોરે ૪.૦૦ વાગ્યા સુધી તેઓને આપેલ સામાન સાથે બ્લોક નો તાબો પાછો આપી દેવાનો રહેશે . ત્યાર પછીજ તેઓને ડીપોઝીટની રકમ પરત કરવામાં આવશે.
૨૪) અતિથિગૃહ અને/અથવા તેમના સ્ટાફ અંગે જો કોઈ ફરિયાદ કરવી હોય તો તે વ્યવસ્થાપક ટ્રસ્ટીને લેખિત સ્વરૂપે કરવી. વ્યવસ્થાપક અથવા કર્મચારીઓ સાથે વાદવિવાદ કરવો નહી.
૨૫) ટ્રસ્ટી અને/અથવા વ્યવસ્થાપકને અતિથિગૃહના કોઈપણ ભાગમાં  કોઈપણ વખતે દાખલ થવાનો અને કોઈપણ નિયમનો ભંગ થતો હોય તો તે અંગે તપાસ કરવાનો અધિકાર છે.
૨૬) અતિથિગૃહનો ઉપયોગ કરનાર અતિથિને અથવા તેમની સાથે રહેવા આવેલાઓ ની અને/અથવા તેમની માલ મિલ્કતનું કોઈપણ નુકસાન થાય અથવા કોઈ વસ્તુ ગુમ થાય તો તે માટે આ ટ્રસ્ટ/વ્યવસ્થાપક જવાબદાર ગણાશે નહી.
૨૭) આર્થિક સ્થિતિ નબળી હોય તેવા અતિથિઓને (ટ્રસ્ટની મંજૂરીને આધીન) રાહતના દરે અતિથિગૃહમાં રહેવા દેવામાં આવશે. આ માટે અતિથિએ પોતાના કુટુંબની આવકનું પ્રમાણપત્ર અને અન્ય સંપૂર્ણ વિગતો રજુ કરવાની રહેશે.
૨૮) ટ્રસ્ટીઓ, ટ્રસ્ટની જરૂરિયાત મુજબ  નિયમોમાં ફેરફાર/વધારો/ઘટાડો કરી શકશે . તે દરેક નિયમ અતિથિગૃહ વાપરનારા દરેકને બંધનકર્તા રહેશે.
૨૯) કાનૂની બાબતો માટે પુણે અધિકાર ક્ષેત્રને આધીન  રહેશે.
Hostel Admission:

The process of Admission in Hostel for students starts every year in April.
Please contact the Trust office, Ph no. 020 2553 3467 for further inquiry.